વાહલા સ્વજનો,
મારા વાહલા સમગ્ર રાજપુર ઉમિયા પરિવારજનને જાય શ્રી ઉમિયા તથા સાદર વંદન..
આપણી શ્રી ઉમિયા માતાજી સંસ્થાનની ઉતરોઉતર પ્રગતિના ભાગ રૂપે, આ વર્ષે અમે એક સુંદર આયોજન દ્વારા ઘણાં વર્ષો બાદ અમો રાજપુર ઉમિયા પરિવારનો સંપૂર્ણ પરિવાર પરિચય ગ્રંથ આપના કર – કમળમાં મુકવા જઈ રહ્યા છીએ તે આશા રાખીએ કે આ ગ્રંથ આપના પરિવારોને ખુબજ માહિત સભર માહિતી આપશે.
શ્રી ઉમ્યા માતાજી સંસ્થાનના હોદેદારો, ટ્રસ્ટી મંડળ, કારોબારી સભ્યો તથા ટેમ્પલ કમિટીના સભ્યોના પરિશ્રમથી આ મહાન સુંદર કાર્ય આપણે સફળ બનાવ્યું છે. જેમાં રાજપુર ગામના વતનીઓ દેશ-વિદેશમાં રેહતા તમામ પરિવારની સંપૂર્ણ માહિતી સાથે કુટુંબ પ્રમાણે ગ્રંથમાં સમાવેશ કરવાનો પ્રમાણિક પ્રયાસ કરેલ છે. આશા રાખીએ કે આ માહિતી સભર પરિવાર પરિચય ગ્રંથ આપ સર્વેને ખુબજ ગમશે.
આ ગ્રંથના આર્થીક સહયોગ માટે નાની મોટી જાહેરાત આપીને જે સહકાર આપેલ છે તે સર્વે દાતાશ્રીઓનો ખુબજ આભાર. સંસ્થાના પાયાથી અત્યાર સુધીના સંસ્થાના વિકાસમાં ખુબજ સહયોગ આપેલ સર્વે કાર્યકારોશ્રીઓને યાદ કરી ગ્રંથમાં સમાવેશ કરવાનો પ્રયત્ન કરેલ છે. દરેક કાર્યકર મિત્રોનો અમે અંત:કરણ પૂર્વક આભાર માનીએ છે.
આપણી સંસ્થાના સુંદર અને પારદર્શક વહીવટ તથા સૌને સાથે લઈને કામકરવાની ભાવના તથા હોદાના મોહ વગર કામ કરવાની ધગશના લીધે આજે આપણા સમગ્ર કડવા પાટીદાર ૪૨ સમાજમાં રાજપુર ગામનું નામ અગ્રેસર છે તે ખુબજ આનંદ તથા ગૌરવની વાત છે. આપ સૌના મળેલ સાથ સહકારથી સંસ્થા ઘણી બધી પ્રવુતિઓ કરે છે તથા આપણી સંસ્થા ભવિષ્યમાં પણ આનાથી સારી પ્રગતિ તથા પ્રવુતિઓ કરાવનું વિચારે છે. આ માટે આપ સૌનો સાથ સહકાર મળતો રહશે એવી મને સંપૂર્ણ ખાતરી તથા વિશ્વાસ છે.
સંસ્થાન દ્વારા થતી પ્રવુતિઓ તથા તેના ઉદેશો અલગથી અન્ય પાના ઉપર આપેલ છે.
આપણી કુળદેવીશ્રી ઉમિયા માતાજી આપ સર્વેની મનોકામના પૂર્ણ કરે , સુખ સમ્રુધિ આપે , તથા આપનું સ્વાસ્થય સુંદર રાખે તેવી શ્રી માતાજીને અંત:કરણ પૂર્વક પ્રાથના. આપશ્રીને મારી ખાસ નમ્ર અરજ કે આપ આપણા કુળદેવીશ્રી ઉમિયા માતાજીની અપણા ઘરે પૂજા અર્ચના કરો તથા સમય મળ્યે રાજપુર ગામે આવી માતાજીના દર્શનનો લાભ લેશો એવી અભિલાષા સાથે વિરમું ચુ.